ગઢડા છેલ્લું : ૩

અમારા ભક્તને સાધનદશાને વિષે અમારો મહિમા તથા ઉપાસનાવાળા સત્પુરુષના સંગે કરીને અમારું જ્ઞાન પ્રાપ્ત થયું હોય ને અમારું ને અમારા ભક્તનું માહાત્મ્ય યથાર્થ સમજાણું હોય તેને માયિક ઉપાધિનો સંગ મટી જાય ને પોતાનો જીવાત્મા બ્રહ્મરૂપ થાય તો પણ અમારે વિષે ને અમારા ભક્તને વિષે દયા ને પ્રીતિ નિરંતર રહે છે. જે અમારો ભક્ત ન હોય ને કેવળ આત્મજ્ઞાન ને વૈરાગ્યે કરીને માયિક ઉપાધિ ટાળીને સત્તામાત્ર વર્તતો હોય તેને સાધનદશામાં અમારી ઉપાસનાએ રહિત કેવળ આત્મજ્ઞાની એવા કુસંગીનો પાશ લાગ્યો છે, તેને અમારે વિષે ને અમારા ભક્તને વિષે દયા ને સ્નેહ નથી રહેતાં. (૨૩૭)