ગઢડા મધ્ય : ૬૫
અમે જીવોના કલ્યાણને અર્થે પ્રગટ થઈએ છીએ ત્યારે અમારા ભક્તની ભક્તિને અંગીકાર કરવાને અર્થે પંચવિષયને ભોગવીએ છીએ તે જોઈને અખતર ડાહ્યા મનુષ્યો અમારે વિષે દોષ પરઠે છે પણ બ્રહ્મસ્થિતિને પામેલા એવા જે આત્મદર્શી સાધુ તેમને પણ મોહ થતો નથી તો અમને તો મોહ હોય જ કેમ ? અમે તો સદા નિર્લેપ છીએ. અને કેવળ આત્મનિષ્ઠા ને વૈરાગ્યવાળાને કોઈ જાતનું બંધન તો ન થાય પણ અમારી ભક્તિ ન હોય તો મોક્ષોપયોગી નથી થતાં. અમારે વિષે ભક્તિ હોય પણ જો એ બે ન હોય તો અમારા વિના બીજા પદાર્થમાં પ્રીતિ થઈ જાય માટે એ ત્રણે હોય તે અમારા અનન્ય ભક્ત કહેવાય. (૧૯૮)