સારંગપુર : ૧૨
બીજા ગુણ તો આવ્યા ગયા રહે, પણ આત્મનિષ્ઠા, સ્વધર્મ ને અમારો નિશ્ચય એ ત્રણ ગુણ જેમાં અખંડ રહે તે જ સાધુ છે. પરિપક્વ જ્ઞાનીને આત્માનું અભિમાન દૃઢ રહે છે. તે બ્રહ્મરૂપ આત્માને વિષે અમે અખંડ રહ્યા છીએ એવો અમારો નિશ્ચય પણ અખંડ રહે છે. સંકલ્પનું બળ હોય ત્યારે આત્મા, અનાત્માનો વિચાર કરવો ને ઘાટ શમી જાય ત્યારે અમારું ધ્યાન કરવું. (૯૦)