વડતાલ : ૬

પ્રથમ કર્મ વિનાના જીવને કાળદ્વારે અમે સ્થૂળ દેહ આપીએ છીએ. પછી જેવાં કર્મ કરે તેવા દેહની પ્રાપ્તિ થાય છે. કર્મથી કાળનું બળ વિશેષ છે અને કાળથી અમારા એકાંતિક ભક્તનાં અમારી ભક્તિ સંબંધી કર્મનું બળ વિશેષ છે ને એકાંતિક ભક્તનાં ભક્તિ સંબંધી કર્મથી અમારું બળ અધિક છે. (૨૦૬)