ગઢડા મધ્ય : ૨

જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય ને મુક્ત થવું હોય તેને ઇંદ્રિયો દ્વારે વિષયનો માર્ગ બંધ રાખવો ને આત્મસુખવતે પૂર્ણ રહેવું ને પોતાને બ્રહ્મ જે અમારું તેજ તે રૂપ માનીને તે ચૈતન્યને વિષે અમારી મૂર્તિ ધારવી તો ઇંદ્રિયો દ્વારે થઈને અંતઃકરણમાં આવેલા વિષય નિવૃત્ત થાય છે ને તેનું કલ્યાણ થાય છે. આમાં નારદ સનકાદિક નામે પોતાના મુક્તોને કહ્યા છે. (૧૩૫)