પત્ર : ૫૬
મહારાજની મૂર્તિમાં નકરું સુખ જ છે. દિવ્ય મનોહર શ્રીજીમહારાજ અક્ષરધામરૂપ તખ્તમાં અખંડ બિરાજે છે. એ મૂર્તિ ભેળા અનંત અનાદિ મુક્ત રસબસભાવે સુખ લીધા જ કરે છે. સિંહાસનને ફરતા ધામરૂપ તેજોમય સ્થાનમાં અનંતકોટિ મુક્ત સન્મુખ જોઈ રહ્યા છે. શ્રીજીમહારાજ દરેકને સન્મુખ ભાસે છે. ‘‘સૌને સન્મુખ ભાસે રે, સૌના સામું જોઈ રહ્યા.’’ શ્રીજીમહારાજ સૌને અકળિત છે. સુખ પણ કળાય એવું નથી. જ્યાં તેજ તેજનાં અંબાર છે, સૌના તેજોમય અંગ છે, એ દિવ્યસભા પરમ એકાંતિકની અને દિવ્યસભા અનાદિની, જેનું શબ્દે કરીને વર્ણન થઈ ન શકે. એવા અનંતકોટિ મુક્તે સેવ્યા થકા શ્રીજીમહારાજ સૌને દિવ્ય સુખમાં ગુલતાન રાખે છે.