દિવ્ય શ્રદ્ધાંજલિ

સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ‘મળે જીવનમુક્ત જોગિયા’ -એ કીર્તનના ચોથા પદમાં કહે છે :

ધન્ય ધન્ય એ સંત સુજાણને,

જેનું ઊલટી પલટ્યું આપ;

સંત તે સ્વયં હરિ.

આપ ટળી મળ્યા ભગવાનમાં,

જેના આપમાં હરિનો વ્યાપ. ૧

જેના શીશમાં શીશ છે શ્યામનું,

જેના નેણમાં નાથનાં નેણ; ૨

જેના મુખમાં મુખ મહારાજનું,

જેના વેણમાં વા’લાનાં વેણ. ૩

જેના કાનમાં કાન છે કૃષ્ણના,

જેના નાકમાં નાસિકા નાથ; ૪

જેની જીભમાં જીભા જીવનની,

જેના હાથમાં હરિના હાથ. ૫

જેના હૃદયમાં હૃદય હરિ તણું,

જેના પાવમાં પ્રભુના પાવ; ૬

જેમ હીરો હીરા વડે વેંધીએ,

તેમ થયો તે સહજ સમાવ. ૭

એમ સંતમાં રહ્યા છે શ્રીહરિ,

માટે સંત છે સુખનું ધામ; ૮

ધર્મ ભક્તિ વૈરાગ્ય ને જ્ઞાન જે,

તેને રહેવાનું સંત છે ઠામ. ૯

એવા સંત શિરોમણિ ક્યાં મળે,

જેણે દેહબુદ્ધિ કરી દૂર; ૧૦

કહે નિષ્કુળાનંદ એને સંગે,

ઊગે અંતરે આનંદ સૂર. ૧૧

આ પદમાં સ્વામીશ્રીએ કહ્યા મુજબ ‘જેનું ઊલટી પલટ્યું હતું આપ’ અને ‘જેને સંગે ઊગતા હતા અંતરે આનંદ સૂર’ એવા સંતપુરુષ - અનાદિ મુક્ત સોમચંદભાઈ જીવરાજભાઈ મહેતાના પાવનકારી જીવનપ્રસંગો અને તેમની દિવ્યવાણી, દિવ્ય શ્રદ્ધાંજલિ રૂપે बहुजन हिताय, बहुजन सुखाय च રજૂ કરીએ છીએ.