પત્ર : ૧૭૧
બાપાશ્રી કહે છે કે મૂર્તિના સુખનો એક ઝબકારો થાય તો પણ માયા કે બ્રહ્માંડ કોઈ આવરણ કરી શકે નહિ, છતાં આપણા સુખને અર્થે શ્રીજીમહારાજે તેજ, ઐશ્વર્ય, સામર્થ્ય બધું ઢાંકી રાખ્યું છે. તે આપણે નિત્ય નિયમમાં દરરોજ ગાઈએ છીએ કે ‘થયા મનોહર રે, મોહન મનુષ્ય જેવા.’ ‘નરવિગ્રહ ધર્યો કરુણા કરી રે લોલ’ - એટલે મનુષ્યરૂપ ને પ્રતિમારૂપ એમાં કેવળ કરુણા જ છે, પણ આપણને દર્શન વખતે એ રીતે જોવાની દૃઢતા રહેતી નથી એટલે ‘મારું ધામ રે અક્ષરઅમૃત જેનું નામ’ ‘અતિ તેજોમય રે રવિશશિ કોટિક વારણે જાય’, ‘અધો-ઊર્ધ્વ પ્રમાણે રહિત તેજના સમૂહમાં શ્રીજી’ એટલું જ આપણે કરવાનું છે. એમાં બધો ય રાજીપો - આશીર્વાદ છે.