કારિયાણી : ૩
ગુણે કરીને હેત થાય છે ને દોષે કરીને અવગુણ આવે છે, તે દોષ ભેળું રહેવાથી જાણ્યામાં આવે છે. ખટકો રાખે તે વધે ને પ્રમાદી વધે નહિ. શરીરના ને મનના દોષ ઓળખાવ્યા છે. દમન ને વિચાર હોય તેને મોટા સાધુ કહ્યા છે. મોટા સંતને સમાગમે કરીને દમનને વિચાર આવે છે અને એવા સમાગમે કરીને દમન ને વિચાર ન આવે તે મહા પાપી છે. ત્યાગી થઈને ગૃહસ્થને ભોગવવા યોગ્ય ભોગની ઇચ્છા રાખે તે ખડ ખાનારો ને મૂર્ખ છે. ત્યાગી થઈને અયોગ્ય સ્વભાવ રાખે તેને ત્યાગીના ધર્મની વાત સમજ્યામાં આવી નથી. (૯૯)