કારિયાણી : ૪

દેહને વિષે બુદ્ધિ વ્યાપી રહી છે ને બુદ્ધિને વિષે જીવ વ્યાપીને રહ્યો છે તે બુદ્ધિના જાણપણાને કહેવે જીવનું જાણપણું કહેવાય છે અને જીવને વિષે સાક્ષીનું જાણપણું રહ્યું છે, માટે જીવના જાણપણાને કહેવાથી સાક્ષીનું જાણપણું કહેવાય છે. જેનો જીવ અતિ નિર્મળ એટલે સર્વ વાસના ટાળીને અમારા તેજરૂપ થાય તે પોતાને વિષે અમને દેખે છે અને અમારે વિષે એટલે સર્વાધાર એવું અમારા તેજરૂપ અન્વય સ્વરૂપ તેને વિષે વિશ્વ રહ્યું છે તેને પણ દેખે છે. (૧૦૦)