ગઢડા મધ્ય : ૭

વૈરાગ્ય ન હોય તો અયોગ્ય સ્વભાવ ટળે નહિ. અમારી આજ્ઞામાં વર્તનારા અને અમારી મૂર્તિમાં નિમગ્ન એવા સંતની સેવા કરે ને અમારી આજ્ઞામાં વર્તે તો અમારી કૃપા થાય ને તત્કાળ વિકાર ટળી જાય પણ સાધને કરીને તો બહુ કાળે ટળે. (૧૪૦)