લોયા : ૧૬
અકુંઠિત, કુંઠિત ને નિર્મૂળ વાસનનાં લક્ષણ કહ્યાં છે. આત્મનિષ્ઠા, વૈરાગ્ય, બ્રહ્મચર્ય અને માહાત્મ્યે સહિત અમારી ભક્તિ એ ચાર વાનાં સંપૂર્ણ હોય તો વાસના નિર્મૂળ થઈ જાય છે. અમારી માહાત્મ્યે સહિત ભક્તિ હોય તો દોષ માત્ર ટળી જાય અને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ તે આવે. કપટીનું કપટ જાણવાનો ઉપાય કહ્યો છે. અમને મૂર્તિમાન ન સમજે તેના સર્વે ગુણ દોષરૂપ થઈ જાય છે. માને કરીને સંતનો અભાવ આવે છે તે માન ડાહ્યાથી ભોળામાં ઝાઝું હોય છે. અમારું ને સંતનું માહાત્મ્ય સમજે ત્યારે માન જાય એમ કહ્યું છે. (૧૨૪)