ગઢડા છેલ્લું : ૨૪

અમારા મુક્તનો દૃઢ પ્રસંગ રાખે તો ભાગવત ધર્મથી પડે નહિ. અમારા વચન પ્રમાણે વર્તે તે આપત્કાળે પણ ધર્મ થકી પડે નહિ. જેને મોક્ષનો ખપ હોય તેની પ્રકૃતિ ટળે છે. મોટેરા પરમહંસ તથા હરિભક્તનાં અંગ કહ્યાં છે. જ્ઞાને સહિત વૈરાગ્ય હોય તે વિષયમાં બંધાય નહિ. માયિક પદાર્થમાં અહંમમત્વવાળો અણસમજુ છે. શ્રવણ ભક્તિ હોય તેના કામાદિક નાશ પામે ને અમારે વિષે પ્રેમલક્ષણા ભક્તિ થાય છે. બાઈ ભાઈએ અરસપરસ માહાત્મ્ય સમપણે સમજવું. (૨૫૮)