ગઢડા મધ્ય : ૫૮
જે સંપ્રદાયમાં જે ઇષ્ટદેવ હોય તે જે હેતુ માટે પૃથ્વી ઉપર પ્રગટ થયા હોય તેના ચરિત્રના શાસ્ત્રથી જ તેના સંપ્રદાયની પુષ્ટિ થાય છે, પણ બીજા ગ્રંથે કરીને થતી નથી. માટે અમારા સંપ્રદાયની પુષ્ટિને અર્થે અમારા ચરિત્રનાં શાસ્ત્ર કરવાં એમ મુક્તાનંદ સ્વામી આદિક સંતોને આજ્ઞા કરી છે. (૧૯૧)