ગઢડા પ્રથમ : ૧૪

વાસનાવાળા ત્યાગી કરતાં સંસારથી ઉદાસ રહે એવા ગૃહસ્થને શ્રેષ્ઠ કહ્યો છે, અમારી સાક્ષાત્‌ પ્રાપ્તિ થઈ હોય તેને અંતકાળે અમારી સ્મૃતિ ન રહે અથવા અકાળ મૃત્યુ થાય તોપણ તેનું કલ્યાણ થાય ને વિમુખ નરકે જાય અને પોતાના આત્માને સત્ય જાણે ને અમારે ભોગવવાના પદાર્થ તેને ભોગવવા ઇચ્છે નહિ અને સર્વના સ્વામી જે અમે તે અમારા ગમતા પ્રમાણે વર્તે તે અમારો દાસ કહેવાય.