ગઢડા મધ્ય : ૩
રસિકમાર્ગવાળો ભક્ત બાઈઓને મા, બેન, દીકરીનો ભાવ રાખે તો વિકાર ન થાય અને અમને ભજીને મોક્ષ પામે અને અવળું સમજે તો મોક્ષના માર્ગથકી પડી જાય છે. પ્રકૃતિ પુરુષાદિક સર્વેનું કારણ ને આધાર, નિર્વિકાર ને નિરંશ વ્યાપક એવું જે બ્રહ્મ તે અમારું તેજ છે એમ સમજે અને એ બ્રહ્મના પણ કારણ ને આધાર, મૂર્તિમાન અમને સમજે અને એ બ્રહ્મરૂપ થઈને અમારી સ્વામી સેવકભાવે ઉપાસના કરે તો નિર્વિઘ્ન થકો પરમપદ જે અમારી હજૂર સેવા તેને પામે. (૧૩૬)