ગઢડા મધ્ય : ૬
વિધિ નિષેધ સત્ય છે. મોટા પુરુષની આજ્ઞા પાળનારાનું કલ્યાણ થાય છે. મોટા પુરુષના વચનનો વિશ્વાસ ન હોય ને વિધિ નિષેધને ખોટા કહે તે પાપીષ્ટ, નાસ્તિક ને ચંડાળ છે ને એનો સંગ રાખવો નહિ. ઘાટ સંકલ્પમાં ચિત્તથી પોતાના જીવાત્માને જુદો માનીને અમારું ભજન કરવું એમ નવા આદરવાળાને હિંમત આપી છે. (૧૩૯)