અમદાવાદ : ૩
પંચ વિષયનું ચિંતવન તે જન્મ-મરણનો હેતુ છે તે માયામય શરીરની ભાવનાએ રહિત કેવળ આત્મસત્તારૂપે રહીને અમારી મૂર્તિનું ચિંતવન કરે તે ચિંતવને કરીને જ્યારે ઉપશમ દશાને પામે ત્યારે પંચ વિષય જન્મ મરણના હેતુ ન થાય. અમારો અતિશય મહિમા સમજે અને અમારી તથા અમારા ભક્તની સેવાચાકરી દર્શન કરવામાં અતિશય વેગવાન શ્રદ્ધા હોય તો ઉપશમ દશા આવે. માની સેવકની સેવા અમને નથી ગમતી ને નિર્માની સેવક ઉપર અમે બહુ રાજી છીએ ને તે સાચો ભક્ત છે. અયોધ્યાવાસીની પ્રશંસા કરીને પછી એમને કોઈક કાર્યનો આદર કરવો હોય ત્યારે મોટેરા એટલે સ્વધર્મનિષ્ઠ ને સત્સંગના ધોરણને જાણનારા ને સત્સંગના મમત્વવાળા પરમહંસ તથા એવા સત્સંગી ગૃહસ્થ તેમને પૂછીને તે કામ કરવા દેવું પણ કોઈક એક જણાને એટલે સત્સંગના ધોરણને ન જાણનાર ને ધર્મે રહિત એવાને કહેવેથી કોઈ કામ કરવા દેવું નહિ એમ સ્વધર્મિષ્ઠ મોટેરા ત્યાગી, ગૃહીને આજ્ઞા કરી છે. (૨૨૩)