પત્ર : ૧૫૬
સાધારણ હોય કે દેહના સંબંધવાળા હોય તેના સાથે કામ પૂરતું કામ રાખવું. પણ માંહી ને બહાર મહારાજના કૃપાપાત્ર હોય તેનો સંબંધ રાખવો. આ લોક, ભોગ સર્વે મોક્ષમાર્ગમાં વિઘ્ન કરે તેવા જાણી અરુચિ રાખવી. સાચામાં સાચા શ્રીજીમહારાજ છે તે સર્વોપરી સૌના શિરતાજ છે, તેમને જીવનરૂપ કરી દેવા, માનસીપૂજામાં એ મૂર્તિનો સંબંધ વધુ રહે એટલે એ માર્ગે તેમને સંભાર્યા કરવા તો પ્રગટ જેવું સુખ આવે.