વચનામૃતનું માહાત્મ્ય
આ વચનામૃત ગ્રંથનું જે સ્ત્રી-પુરુષ શ્રદ્ધા-માહાત્મ્યથી વાચન, શ્રવણ અને મનન આદિનો આગ્રહ રાખે છે તે ભક્તને શ્રીજીમહારાજની પ્રસન્નતાનાં કારણ જે એકાંતિક ધર્મ, સર્વોપરી શ્રીહરિની ઉપાસના, માહાત્મ્યે સહિત ભક્તિ અને સ્વરૂપનિષ્ઠા આદિ સર્વ સાધન સિદ્ધ થાય છે અને વચનામૃતના અભ્યાસને વિષે પ્રીતિવાળા જે ભક્ત થાય છે તે વ્યવહારમાં રહ્યા થકા જળમાં કમળ રહે તેમ નિર્લેપ રહે છે અને શ્રીજીમહારાજની મૂર્તિની સ્મૃતિ તેઓને અખંડ રહે છે અને જે સ્ત્રી-પુરુષ વચનામૃતનું જ્ઞાન લક્ષ્યાર્થ કરે છે તેઓનાં દેહ, ઇંદ્રિયો, અંતઃકરણ ને જીવમાં રહેલા પંચ વિષયના રાગ તથા કામ, ક્રોધ, લોભ, માન, મત્સર આદિ દોષ માત્ર નિવૃત્તિ પામે છે.