ગઢડા પ્રથમ : ૩૨

અમારી કથા કીર્તનાદિકના વિષયી થવું. અમારી મૂર્તિરૂપી માળે તથા ખીલે રહેવું. સત્ત્વગુણ વર્તે ત્યારે અંતરવૃત્તિએ અમારું ધ્યાન કરવું, પણ રજતમ વર્તતા હોય ત્યારે ન કરવું, ને રજોગુણ વર્તે ત્યારે અંતઃકાળથી પોતાના આત્માને જુદો માનીને અમારું ભજન કરવું ને ઘાટથી કચવાવું નહિ.