ગઢડા મધ્ય : ૫૦

સર્વથી પર એકરસ પરિપૂર્ણ એવું જે અમારા તેજરૂપ અક્ષરબ્રહ્મ તેને વિષે અમારા આત્માને લીન કરીને તેમાં અમે તથા અમારા મુક્ત સદા દિવ્ય સાકાર મૂર્તિમાન રહ્યા છીએ તેમાં અખંડ પ્રીતિ જોડી રાખો. મોટા મોટા પરમહંસ તથા મોટી મોટી સાંખ્યયોગી બાઈઓ તેને વિષે પણ આ જગતની કોરનો લોચો જણાય છે. જીવને અમારી પ્રાપ્તિ નહોતી થઈ ત્યારે પણ કાળ, કર્મ નાશ કરી શક્યા નથી ને માયા લીન કરી શકી નથી તો હવે તો અમે મળ્યા છીએ માટે કાળ, કર્મ, માયાનો ભાર રાખવો નહિ. જગત સુખની વાસનાવાળા સાથે અમારે હેત થાતું નથી ને નિર્વાસનિક ભક્ત વહાલા છે. (૧૮૩)