પત્ર : ૩૩
દેશકાળ આવે ત્યારે પણ કર્તા તો મહારાજ છે, જેથી રાજી રહેવું. સ્વામીશ્રી કહે છે કે ખાંડણિયામાં માથું મૂક્યું પછી હળવા હળવા ઘા દેજો એમ કહેવાથી દુઃખ ઓછું ન થાય ! તેમ આપણે મહારાજના વેચાણ થયા એટલે એમની મરજી એ જ આપણું પ્રારબ્ધ, એમ માની જેમ એ સૂઝાડે તેમ તેમને આગળ રાખી સર્વે કાર્ય કરવાં.