વડતાલ : ૨૦
અમારી મૂર્તિ વિના બીજા માયિક આકારને અતિ તુચ્છ ને દુઃખદાયી ને નરક રૂપ જાણીને પોતાને આત્મારૂપ માને તે ત્યાગી હોય કે ગૃહસ્થ હોય પણ તેના હૃદયમાંથી કામાદિકનું બીજ નાશ પામે છે, તે સર્વ ભક્તથી શ્રેષ્ઠ છે. આવી સમજણ ન હોય કાંતો ભૂંડા દેશકાળનો યોગ થાય તો ખોટ આવે માટે એવી સમજણ હોય તો પણ કુસંગ તો કરવો જ નહિ. (૨૨૦)