પત્ર : ૧૯૭
મૂર્તિ એ જ સુખ. સુખનું સ્થાન મૂર્તિ છે. સાકર આવે એટલે ગળપણ જુદું નહિ, તેમ મહારાજની મૂર્તિ એ જ સુખ. ચિંતામણિ આવી તો બધું ય આવ્યું. તેથી જ મહારાજે પ્રથમના પહેલા વચનામૃતમાં પોતાની મૂર્તિમાં વૃત્તિ રાખતાં કાંઈ જાણવા - પામવાનું કે જોવાનું બાકી રહેતું નથી, એમ સમજાવ્યું છે. અવરભાવમાં વૃત્તિ છે એટલે એમ જ સમજાવાય, પણ મૂર્તિ આકારે રહેવાય તેમાં તો કાંઈ બાકી જ નહિ. આવી સ્થિતિ સમજાવવા - પમાડવાની બાપાશ્રીએ દયા કરી, એમ કહીએ છીએતેમાં પણ મહારાજે જ દયા કરી. એટલું સમજવાનું છે, કેમ કે મહારાજ એકજ એવા છે કે તેમાં બીજાં બધાં સ્વરૂપોની લીનતા થાય છે, એટલે બીજાં બધાં સ્વરૂપો, એ એક જ ધણીનાં ગીત ગાય છે.