ગઢડા પ્રથમ : ૬

પોતાના ગુણના માનનો ત્યાગ કરીને અમારો ને સંતનો વિશ્વાસ રાખે તે મોટપ પામે છે. અવિવેકીને એના દોષ ટાળવાની અમે તથા સંત વાર્તા કરીએ તેને માને કરીને અવળી લે ને અમારો ને સંતનો અવગુણ લે તે પ્રતિષ્ઠાહીન થઈ જાય છે.