ગઢડા પ્રથમ : ૬૨

અમને સર્વેથી જુદા અને સર્વેના નિયંતા ને સર્વેના કર્તા થકા નિર્લેપ જાણીને કોઈ રીતે ન ડગે એવો અમારો નિશ્ચય થાય તેને વિષે અમારા કલ્યાણકારી ગુણ આવે છે પછી તે ભક્ત અમારા જેવો સમર્થ ને નિર્બંધ થાય છે. આસુરી ને અતિ કુપાત્ર જીવ હોય તે સ્વભાવને મૂકે નહિ ને અમારો ને અમારા ભક્તનો દ્રોહ કરે ને અમારા ગરીબ ભક્તનું અપમાન કરે તેથી અમે દુઃખાઈએ ને એનું ભૂંડું થાય. સાધુને લેશમાત્ર માન રાખવું નહિ.