ગઢડા મધ્ય : ૧૯

વેદાંતશાસ્ત્રના શ્રવણથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે ને પોતાને ભગવાન મનાય છે ને અમારી ઉપાસનાનું ખંડન થઈ જાય છે માટે તેનું શ્રવણ ન કરવું. અમારા એકાંતિક ભક્તને દર્શન દેવા ને તેમની રક્ષા કરવા ને અધર્મનો નાશ કરવા મનુષ્યરૂપે થયા છીએ, એવી અમારે વિષે નિષ્ઠા રાખીને માનસીપૂજા તથા ભક્તિ કરવી. જ્યારે અમે આ મનુષ્ય સ્વરૂપ અદૃશ્ય કરીએ ત્યારે અમારી પ્રતિમાની પૂજા, ભક્તિ, ઉપાસના તથા ધ્યાન કરવું પણ બીજા કોઈ દેવનું ધ્યાન કરવું નહિ ને સાધને કરીને સિદ્ધ ગતિને પામ્યા હોય એવા સાધુનું પણ ધ્યાન કરવું નહિ, તો અમારે વિષે દૃઢ ભક્તિ થશે. આ અમારા વચનથી બીજી રીતે વર્તશે તેની ભક્તિ વેશ્યાના જેવી થશે. (૧૫૨)