વડતાલ : ૧૧

અમારો, અમારા ભક્ત, બ્રાહ્મણ ને ગરીબ એમાંથી કોઈનો દ્રોહ કરે તેનો જીવ નાશ પામે. કોઈ કાળે કલ્યાણ ન થાય એવો જડ દેહ આવે, તે જીવનો નાશ જાણવો. ક્રોધ, મત્સર ને ઈર્ષ્યાનું આધાર માન છે અને માનિની ભક્તિ આસુરી છે. અમારે વિષે ને ભક્તને વિષે દોષ પરઠે તે શાસ્ત્ર, પુરાણ વાંચે તો પણ અમારું માહાત્મ્ય સમજી શકે નહિ. સત્પુરુષને વિષે પ્રીતિ એ જ આત્મદર્શનનું ને મુક્તનો મહિમા જાણ્યાનું ને અમારું દર્શન થવાનું સાધન છે. (૨૧૧)