ગઢડા પ્રથમ : ૫૩

પંચવર્તમાને યુક્ત એવા જે અમારા મોટા સાધુ તેની સ્વાભાવિક પ્રકૃતિ દેખીને તેનો અવગુણ લે તો તેના ભક્તિ, જ્ઞાનાદિક શુભગુણ ઘટી જાય છે અને એવા સાધુનો ગુણ લે તો તેના શુભગુણ વૃદ્ધિ પામે છે. પંચવર્તમાનમાં ફેર હોય તો અવગુણ લેવો.