પત્ર : ૧૫૭

રસબસ જેવા બીજાં દૃષ્ટાંત નહિ, મહારાજ જેવા બીજા ભગવાન નહિ, અનાદિ જેવી બીજી કોઈ સ્થિતિ નહિ.

મહારાજે મોટપ લખી ત્યારે કહ્યું : જેટલું રાજાનું રાજ્ય તેટલું રાણીનું રાજ્ય. આ દૃષ્ટાંતમાં સ્વામી અને સેવક એ વસ્તુ જુદી છે તેમ અનાદિ મુક્ત અને ભગવાન ઓતપ્રોત રસબસ સાથે રહે છે, તોય દાસ એ દાસ અને સ્વામી તે સ્વામી.