વડતાલ : ૧૦

રાજારૂપે ને સાધુરૂપે પોતાના અવતાર થાય છે તેનાં લક્ષણ કહ્યાં છે. અમે પૃથ્વીને વિષે મનુષ્યરૂપે પ્રગટ થયા છીએ, તે અમને ઓળખીને અમારો આશરો કરે તેનું કલ્યાણ થાય છે. અમે પૃથ્વી ઉપર મનુષ્યરૂપે વિચરતા ન હોઈએ ત્યારે અમને મળેલા એટલે અમારા ધામમાંથી આવેલા મુક્ત મળે તેનો આશરો કરે તો કલ્યાણ થાય. એવા મુક્ત મનુષ્યરૂપે ન હોય ત્યારે અમારી પ્રતિમાને વિષે પ્રતીતિ રાખીને ભક્તિ કરે તો મોક્ષ થાય. (૨૧૦)