સારંગપુર : ૧૩

શાસ્ત્રે કરીને નિશ્ચય થાય તે અચળ રહે છે. મને કરીને નિશ્ચય કર્યો હોય તે ટળી જાય છે. જેને શાસ્ત્રના વચનની પ્રતીતિ ન હોય તે મનમુખી ને નાસ્તિક છે. શાસ્ત્રે કરીને જેને નિશ્ચય થયો હોય તેનું જ કલ્યાણ થાય છે ને ધર્મ પણ એનો જ અડગ રહે છે. (૯૧)