ગઢડા પ્રથમ : ૧૩

પુરુષ ને પ્રકૃતિ એ બે જે અમારી શક્તિઓ તેણે સહિત જીવ જીવ પ્રત્યે અંતર્યામીરૂપે રહ્યા થકા જે જીવને જેના દેહ થકી ઉપજ્યાનો કર્મ સંબંધ પ્રાપ્ત થયો હોય તે જીવને તે દ્વારે ઉપજાવીએ છીએ, પણ જીવ અનેકરૂપે થતો નથી.