વડતાલ : ૧૯
અમે કાં અમારા સંત આ પૃથ્વી ઉપર જરૂર વિચરતા હોઈએ તે જેને અમારી ઓળખાણ પડે તે અમારો ભક્ત થાય તે પછી તેને અમારા સુખ વિના માયિક સુખ ન ઇચ્છવું. કેમ જે અમારા ધામના સુખ આગળ માયિક સુખ છે તે નરક જેવું ને કાકવિષ્ટા તુલ્ય છે. જેમ મનુષ્ય નરકને પરમ દુઃખદાયી જાણે છે તેમ અમારા ભક્તોએ માયિક સુખ નરક જેવું જાણવું. અમારા સંતને વિષે પ્રીતિ રાખવી. અમારા ભક્ત સવાસનિક હોય તે પણ ઈંદ્ર, બ્રહ્માની પદવી પામે તો યથાર્થ અમારા ભક્તનો મહિમા ને સુખ તે તો વર્ણન થાય જ કેમ, એમ જાણીને અમારે વિષે પ્રીતિ કરવી. (૨૧૯)