ગઢડા મધ્ય : ૮

એકાદશીનું વ્રત કરવાની વિક્તિ કહી છે. ઇંદ્રિયોને પાછાં વાળીને આત્માને વિષે રાખે તે યોગયજ્ઞ છે. આત્મામાં મૂર્તિ દેખાય એ યોગયજ્ઞનું ફળ છે. બ્રહ્મરૂપ જે પોતાનો આત્મા તેને વિષે પરબ્રહ્મ એવા જે અમે તે અમારો સાક્ષાત્કાર થાય તે જ્ઞાનયજ્ઞનું ફળ છે. પોતાના આત્માને વિષે અમારું દર્શન થાય ત્યારે જ જ્ઞાનયજ્ઞના વિધિનો અવધિ પૂરો જાણવો. (૧૪૧)