ગઢડા પ્રથમ : ૨૭

અમને સર્વે કર્તાહર્તા જાણે અને માન-અપમાન તથા સર્વ પદાર્થને વિષે સમભાવ થાય એના હૃદયમાં અમે નિવાસ કરીએ છીએ. પછી તે ભક્ત અમારે પ્રતાપે કરીને અનંત ઐશ્વર્યને પામે છે ને અનંત જીવોના ઉદ્ધારને કરે એવો સમર્થ થાય છે. ગરીબને બીવરાવે તથા સિદ્ધાઈ દેખાડીને લોકોને બીવરાવે તે માયાના જીવ છે, ને યમપુરીના અધિકારી છે. રૂપવાન સ્ત્રી, સારી મેડી, સારું વસ્ત્ર તેમાં મોહ પામે એવા ગૃહસ્થ તથા સારી તુંબડી, સારું પાત્ર તેમાં મોહ પામે એવા ત્યાગી તે તુચ્છ બુદ્ધિવાળા છે.