પત્ર : ૪૯
મોટા મુક્ત બેઠા હોય ત્યાં સુધી સત્યુગ કહેવાય. આવા મુક્તની છાયામાં માયા દબાઈ રહે. મોટાને તો એક મૂર્તિ જ જીવન હોય, આપણે બહાર દૃષ્ટિએ ઉપલા વિચાર કરીએ કે આમને મંદવાડ છે, આવું દુઃખ ને દર્દ છે, છતાં પોતે તો મૂર્તિના સુખે સુખિયા હોય.
‘‘મુક્તાનંદ કહે હરિ હરિજનની ગતિ ન્યારી,
એને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી.’’
ઉપરથી મનુષ્ય જેવા દેખાય પણ એ દિવ્ય છે. એમનું જીવન કેવળ જીવોના આત્યંતિક મોક્ષને અર્થે હોય છે. આવા મોટાની કૃપા આપણા પર થઈ એ તો બહુ મોટી વાત. ‘‘ક્યાં જીવ, ક્યાં જગદીશ ! જાણો એ જૂજવી રીત છે રે,’’ એવું આપણા માટે થયું છે.