ગઢડા છેલ્લું : ૬

ઈર્ષાએ રહિત કેવળ પોતાના કલ્યાણને અર્થે અમારી ભક્તિ કરે તો અમે રાજી થઈએ. અમારી ભક્તિ કરતાં કાંઈક અપરાધ થઈ જાય તો તે દોષ પોતાને માથે લેવો પણ ઇંદ્રિયો, અંતઃકરણનો વાંક કાઢવો તે જીવની મૂર્ખાઈ છે. જીવને ન ગમતું હોય તેનો ઘાટ મન કરે તો તે જીવ નિર્મળ હોય તો મનનું કહ્યું ન માને અને મલિન ને પાપેયુક્ત હોય તો માને તો તે મન એ જીવને કલ્યાણના માર્ગમાંથી પાડી નાખે માટે જીવનો વાંક સમજવો પણ એકલા મનનો વાંક સમજવો નહિ. એમ સમજે તેને કુસંગ અડી શકે નહિ ને નિર્વિઘ્ન થકો અમારું ભજન કરે. (૨૪૦)