પત્ર : ૭

આપણે મનન કરી મહારાજની દિવ્ય મૂર્તિમાં જોડાવું. જેમ સિંહાસનમાં મૂર્તિ પધરાવે પછી જ્યારે ત્યાં દૃષ્ટિ કરીએ ત્યારે દર્શન થાય તેમ મોટાએ આપણા ચૈતન્યમાં શ્રીજીમહારાજની મૂર્તિ પધરાવી દીધી છે, તેથી પ્રતિલોમ દૃષ્ટિથી એ મૂર્તિ આકારે દૃષ્ટિ રાખ્યા કરવી.