ગઢડા મધ્ય : ૨૮
અમે દયાળુ છીએ પણ અમારા ભક્તનો દ્રોહ કરે તેનો અભાવ આવે છે. રાજી થયાનો ને કુરાજી થયાનો તપાસ કરીને રાજી-કુરાજી થઈએ છીએ. અમારા ભક્તિની ભક્તિ એટલે સેવા કરવી એ ગુણ જેમાં ન હોય તેની મોટપ શોભે નહિ. અમારા ભક્તની સેવાથી રૂડં થાય છે ને દ્રોહથી ભૂંડું થાય છે. અમારા ભક્તની સેવા કરે તેના ઉપર અમે રાજી થઈએ છીએ અને દ્રોહ કરે તે ઉપર કુરાજી થઈ છીએ. જેના ઉપર અમારો રાજીપો હોય તે મર્ત્યલોકમાં છે તો પણ અમારા ધામમાં જ છે અને જેના ઉપર અમારો રાજીપો નથી તે અમારા ધામમાંથી પણ પડશે. (૧૬૧)