ગઢડા મધ્ય : ૬૪
મચ્છ, કચ્છાદિક અવતારોના અવતારી શ્રીકૃષ્ણ માટે એ મચ્છ, કચ્છાદિક અવતારોના ગ્રંથથી શ્રીકૃષ્ણના ગ્રંથને અધિક માનવા તેમ જ અમે સર્વ અવતારના અવતારી સર્વોપરી સાક્ષાત્ ભગવાન છીએ માટે અમારા ગ્રંથને વિશેષ માનવા એમ જણાવ્યું છે. પરોક્ષ શ્રી કૃષ્ણના દૃષ્ટાંતે કરીને પોતાનું સર્વોપરીપણું કહ્યું છે, જે અમે રાજાધિરાજ અખંડ મૂર્તિ, અક્ષરધામને વિષે વિરાજમાન છીએ અને અમારા અક્ષરધામને આશરીને અનંતકોટિ બ્રહ્માંડ રહ્યા છે તે બ્રહ્માંડોનો એકસામટો પ્રલય થાતો નથી અને શ્રીકૃષ્ણના દૃષ્ટાંતે કરીને પોતાને અજન્મા કહ્યા છે. અક્ષરધામ જે પોતાનું તેજ તેનું અન્વય-વ્યતિરેકપણું કહ્યું છે ને એ અક્ષરધામમાં રહ્યા થકા યોગકળાએ કરીને અનેક ઠેકાણે દર્શન આપીએ છીએ. (૧૯૭)