ગઢડા પ્રથમ : ૪૨

બ્રહ્મસ્વરૂપને વિષે નિર્વિકલ્પ સ્થિતિ થયા વિના જીવ, માયા, ઈશ્વરાકિદને મિથ્યા કહે તથા વિધિનિષેધને ખોટા કહે તેને અધમ ને નાસ્તિક કહ્યા છે. કુસંગને યોગે ભૂંડું થાય છે. જેમ શ્રીકૃષ્ણને પ્રસંગે ગોપીઓ અભયપદ પામી તેમ અમારા પ્રસંગ થકી અભયપદને પામે છે. નાસ્તિકને નરકની પ્રાપ્તિ થાય છે.