ગઢડા છેલ્લું : ૪

અંતરમાંથી અસત્ય કરેલાં પદાર્થની સ્મૃતિ થઈ આવે તે બાધિતાનુવૃત્તિ છે. તે જ્યારે નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે નાશ પામે છે ને કશી ખબર રહેતી નથી. જ્યારે બહાર નિસરે ને સવિકલ્પ સમાધિમાં વર્તે ત્યારે બાધિતાનુવૃત્તિ રહે ત્યારે બીજા પદાર્થની સ્મૃતિ થઈ આવે તે જોઈને બાધિતાનુવૃત્તિનો મર્મ ન જાણતો હોય, તે અવગુણ લે છે. પાપી મનુષ્ય બોલતાં ચાલતાં મરે તોપણ નરકેજાય અને અમારો ભક્ત બાધિતાનુવૃત્તિને યોગે બેશુદ્ધ થઈને દેહ મૂકે તોપણ અમને જ પામે. માંસના ચક્રને વિષે જીવ વિશેષ સત્તાએ કરીને વ્યાપીને રહ્યો છે ને સામાન્ય સત્તાએ કરીને બધા દેહમાં વ્યાપી રહ્યો છે, ને દેહને યોગે સુખદુઃખનો ભોક્તા છે, પણ દેહને મરવે કરીને જીવ મરતો નથી. જીવ અવિનાશી ને પ્રકાશમય છે, એને વિષે અમે સાક્ષીરૂપે રહ્યા છીએ. (૨૩૮)