પત્ર : ૮

આપણો મુદ્દો રાખવો. મુદ્દો શું ? તો મહારાજની મૂર્તિ. આપણે સત્સંગમાં એ કરવા આવ્યા છીએ. મૂર્તિ સિદ્ધ થઈ તો બધું ય થયું. મૂર્તિ વિના બીજું કાંઈ નજરમાં જ ન આવે એમ કરવું. શ્રીજીમહારાજે આપણા ચૈતન્યને મૂર્તિરૂપ સાકાર કરી દિવ્યમૂર્તિમાં રાખેલ છે. આપણા ચૈતન્યના આધાર તો મહારાજ જ છે, એમ વર્તવું એ જ મનુષ્ય દેહનું ફળ છે.