ગઢડા પ્રથમ : ૧
ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તે કઠણમાં કઠણ સાધન ને સર્વથી શ્રેષ્ઠ પ્રાપ્તિ છે. અમારી મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખનારો ગોલોકાદિક ધામ, જીવ, ઈશ્વર, માયા ને બ્રહ્મ તેને જોવાને ઇચ્છે તો દેખે છે. અમારું ધ્યાન કરતાં આવરણ કરે તે માયા જાણવી. અમારા આશ્રિત દેહ મૂકીને બ્રહ્મમય દેહને પામે છે. સ્વભાવ ઉપર વાત કરનારા સંતનો અવગુણ લે તેને સત્સંગમાં પ્રીતિ થતી નથી ને પાપ લાગે છે, તે પાપ સંતના અનુગ્રહથી ટળે છે ને સંતને તીર્થ કહ્યા છે.