અમદાવાદ : ૮

ત્યાગી, ગૃહી, બાઈ-ભાઈને કોઈ ક્રિયામાં ક્રોધ ઊપજે તો દંડવત્‌ આદિકે કરીને જેના ઉપર ક્રોધ ઊપજે તેને પ્રસન્ન કરવાની રીત કહી છે. અમારા ભક્તને વિષે દેહભાવ ન રાખવો. કહ્યા પ્રમાણે પ્રાયશ્ચિત કરશે તેનું અંતઃકરણ શુદ્ધ થશે ને કામાદિક દોષ ટળી જશે. એ પ્રાયશ્ચિત નહિ કરે તેને સર્પ તુલ્ય જાણવો. (૨૨૮)