કૈવલ્ય મુક્તની સ્થિતિ
શ્રી સહજાનંદ સ્વામી સર્વે અવતારના અવતારી સર્વોત્તમ પુરુષોત્તમ છે.
અતિ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મુક્ત છે તેને તો કેવળ ભગવાનની મૂર્તિ વિના કોઈ મુક્તની
તથા પોતાના દેહની સ્મૃતિ ન રહે, અને તેને
ભગવાનનું સુખ કેવું આવે તો જેમ ભગવાનને
પોતાની મૂર્તિનું પોતાને સુખ આવે છે તેવું
ભગવાનનું સુખ મુક્તને આવે છે.
જેમ પૃથ્વી જળમાં રહી છે ને બાહેર જણાય
છે તો પણ જળમાં જ છે તેમ કૈવલ્યમુક્ત
તો સદા પરમેશ્વરમાં જ વર્તે છે.
- સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી