વાત : ૬૪
સૂર્યના જેવા મુક્ત છે તે તો જેમ સૂર્ય ઊગે ત્યારે રાત્રિ ન રહે પણ વાદળાં આડાં આવે ત્યારે પ્રકાશ ઢંકાઈ જાય પણ રાત્રિ ન કહેવાય. તેમ જે સૂર્ય જેવા મુક્ત છે તેને તો સૂઝે તેવા વિષય પ્રાપ્ત થાય તથા ગમે તેટલી મોટપ મળે તો પણ તેમાં રાગ ન થાય તથા બંધાય નહિ પણ કોઈક દેશકાળે કરીને સારપ્ય જેવું જણાય છે ને પછી અસત્ય થઈ જાય.।।૬૪।।