વાત : ૫૧૫
અને ચિદાકાશ તે શું છે ? તો કુટસ્થરૂપે મુક્તને રહ્યાના સ્થાનકરૂપ છે. ને જેમ બદ્ધજીવને રહ્યાનો ભૌતિક આકાશ તે હૃદયાકાશરૂપે સર્વે જીવોને ધરી રહ્યો છે, તેમ પરમેશ્વર નિર્મિત જે ચિદાકાશ તે સર્વે મુક્તોને ધરી રહ્યો છે, તેને ચિદાકાશ કહીએ ને તે સારુ જ્યોતિસ્વરૂપે જે મુક્તો તેને ચિદાકાશ ભૂમિ છે.।।૫૧૫।।
ટિપ્પણી
કુટસ્થરૂપેઃ અચળપણે.